mukesh

"હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી,પ્રાર્થના કરતાં પણ વધારે જલ્દી ઇશ્વરની નજીક પહોંચી શકાય છે." - સ્વામી વિવેકાનંદ

mukeah

"મારા બ્લૉગમાં આપનું હાર્દિક સ્વાગત છે."

મંગળવાર, 3 માર્ચ, 2015

હોળી : અધર્મ પર ધર્મના વિજયનું પર્વ


હોળી-ધુળેટી ઊજવવા પાછળ અનેક કથાઓ જોડાયેલી છે. જેમ કે, શંકર-પાર્વતી અને કામદેવની કથા, પૂતનાવધની કથા અને દુષ્ટ રાક્ષસી ઢૂંઢાના વધની કથા, પરંતુ સૌથી પ્રચલિત કથા પ્રહ્લાદના મોતના મુખમાંથી બચી જવાની છે.
હિરણ્યકશિપુ નામનો એક રાક્ષસ હતો. હિરણ્યનો અર્થ થાય છે સોનું, સુવર્ણ. હિરણ્યકશિપુને સર્વત્ર હિરણ્ય જ દેખાતું હતું. ભોગ જ તેના જીવનનો મુખ્ય હેતુ હતો. રાક્ષસ એટલે માથે શિંગડાં હોય, લાંબા દાંત હોય, લાંબા નખ હોય અને જેનો ચહેરો વિચિત્ર પ્રકારનો હોય તેવી છબિ બધાના મગજમાં હોય છે, પરંતુ વાસ્તવમાં રાક્ષસ સામાન્ય મનુષ્ય સમાન જ હોય છે. રાક્ષસનો અર્થ છે, 'ખાઓ, પીઓ અને મજા કરો'ની મનોવૃત્તિ ધરાવતો મનુષ્ય. જે ભૌતિક ભોગ ભોગવ્યા સિવાય કંઈ કરતો નથી. સ્વાર્થ ન હોય તો તે કોઈ કર્મ કરતો નથી. હિરણ્યકશિપુ આવી જ મનોવૃત્તિ ધરાવતો હતો. પોતાની પ્રજાના ભવિષ્ય તરફ તેણે દુર્લક્ષ્ય જ સેવ્યું હતું. તે પોતાની જાતને જ સર્વસ્વ અને ભગવાન માનતો હતો, તેથી તે બીજા ભગવાનનો કેવી રીતે સ્વીકાર કરે!
જે પ્રમાણે કાદવમાં જ કમળ ઊગે છે તેમ હિરણ્યકશિપુને ત્યાં દેવવૃત્તિ ધરાવનાર મહાન વિષ્ણુભક્ત પ્રહ્લાદનો જન્મ થયો. પ્રહ્લાદ જ્યારે માતાના ગર્ભમાં હતો ત્યારે તેની માતા નારદમુનિના આશ્રમમાં રહ્યાં હતાં. જ્યાં ગર્ભમાં જ તેના સંસ્કારોનું સિંચન થવા લાગ્યું. પ્રહ્લાદ ભગવદ્ભક્તિથી પૂર્ણ હતો. પ્રહ્લાદનો ઈશ્વરવાદ જો રાજ્યમાં સર્વત્ર ફેલાઈ જશે તો કોઈ પોતાને ભગવાન નહીં માને એમ વિચારીને હિરણ્યકશિપુએ પ્રહ્લાદને શામ, દામ, અને દંડ દ્વારા પ્રભુભક્તિ છોડવા અને પોતાને ભગવાન માનવા ઘણું સમજાવ્યો છતાં પણ પ્રહ્લાદમાં લેશમાત્ર પરિવર્તન ન આવ્યું. તેણે પ્રભુભક્તિને ન ત્યજી, તેથી હિરણ્યકશિપુએ તેને મારવાના અનેક પ્રયત્નો કર્યા, પરંતુ તેના બધા જ પ્રયત્નો નિષ્ફળ રહ્યા, તેથી હિરણ્યકશિપુની બહેન હોલિકાએ પોતાના ભાઈને એક ઉપાય બતાવ્યો. પ્રહ્લાદને અગ્નિમાં બાળી નાખવાનો. હોલિકાને વરદાન હતું કે જો તે સદ્વૃત્તિના મનુષ્યને પરેશાન નહીં કરે તો અગ્નિ તેને બાળી શકશે નહીં. લાકડાં, છાણાં વગેરેમાંથી બનાવેલ પ્રહ્લાદની મૃત્યુશય્યા પર હોલિકા તેને ખોળામાં લઈને બેસી ગઈ અને ચારે બાજુ આગ લગાવવામાં આવી.
ઈશ્વરની ઇચ્છા વગર પાંદડુંય ફરકી શકે ખરું! પરિણામ એ આવ્યું કે ઈશ્વરભક્ત પ્રહ્લાદને કોઈ વરદાન ન હોવા છતાં પણ અગ્નિ ન બાળી શકી, જ્યારે વરદાન મેળવેલ હોલિકા એ જ અગ્નિમાં ભસ્મીભૂત થઈ ગઈ. હોલિકાને અગ્નિએ બાળી એનું કારણ એ હતું કે હોલિકાની ભક્તિ નિષ્કામ નહીં, પરંતુ સકામ ભક્તિ હતી. સકામ ભક્તિથી મેળવેલું કોઈ પણ વરદાન સાર્થક થતું નથી. જ્યારે ઈશ્વરની નિષ્કામ ભક્તિ કરનારો અને સદ્વૃત્તિ ધરાવતો ભક્ત પ્રહ્લાદ હસતો-રમતો બહાર આવ્યો. જ્યારે વ્યક્તિ પ્રભુનિષ્ઠ, તપસ્વી કે પ્રભુભક્તિમાં ક્રિયાશીલ હોય તો કોઈ પણ ખરાબ શક્તિ કે વૃત્તિ તેનો સ્પર્શ પણ કરી શકતી નથી એવો સંદેશ આપણને હોલિકાદહન દ્વારા મળે છે.
હોલિકાદહનથી ખુશ થયેલા લોકોએ ઉત્સવ મનાવ્યો. આનંદના વાતાવરણમાં રત બનેલા લોકોએ એકબીજા પર રંગ-ગુલાલ ઉડાવવાનું શરૃ કર્યું તો કોઈકે ધૂળ ઉડાવવાનું શરૃ કર્યું અને તેમાંથી જ ધુળેટીનું સર્જન થયું.
રંગોત્સવની ઉજવણીની વિવિધતા
હોળી-ધુળેટી મનાવવા પાછળ કોઈ પણ કથા કે પરંપરા ભલે હોય, પરંતુ બંધે જ રંગો લગાવીને રંગોત્સવ જરૃર મનાવવામાં આવે છે. ભારતમાં વિવિધ જગ્યાએ હોળી ઉજવણીની વિવિધતા અને પરંપરાઓ વિશે જાણીએ.
ગુજરાતની હોળી-ધુળેટી
ગુજરાતનાં ગામડાઓ અને શહેરોમાં હોળી-ધુળેટીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે. હોળીના દિવસે છાણાં, લાકડાં, પૂળા વગેરેમાંથી હોળી તૈયાર કરવામાં આવે છે અને રાતે તેને પ્રગટાવવામાં આવે છે. લોકો હોળીની ફરતે જળ ભરેલા લોટામાંથી પાણી નાખીને પ્રદક્ષિણા કરે છે. હોળીમાં ધાણી, ખજૂર, મમરા વગેરે ચઢાવે છે. આખુંય વર્ષ નીરોગી રહેવાની પ્રાર્થના કરે છે અને લાડુ સહિતનું ભોજન કરે છે. બીજા દિવસે હોલિકાના બળી જવાની અને પ્રહ્લાદના બચી જવાની ખુશીમાં ધુળેટી મનાવવામાં આવે છે. લોકો એકબીજાને પાણી, કેસૂડાનું પાણી અને અબીલ, ગુલાલ સહિતના રંગોથી રંગે છે. ઘેરૈયાઓ ઘરે ફરી ફરીને ગોઠ માગે છે. જેમાં પૈસા, ખજૂર, ચોકલેટ એમ કંઈ પણ ગોઠ હોઈ શકે છે. હોળી-ધુળેટીમાં ગુજરાતભરમાંથી લાખો યાત્રાળુઓ પગપાળા યાત્રા કરીને ડાકોર રણછોડરાયજીના મંદિરે દર્શન કરવા જાય છે.
રાજસ્થાનની હોળી
રાજસ્થાનમાં હોળીના દિવસે પરંપરાગત રીતે હોલિકાદહન કરવામાં આવે છે. ત્યારબાદ બીજો દિવસ એટલે કે ધુળેટી ધૂમધામથી મનાવવામાં આવે છે. અહીં રંગોત્સવ છેક રંગપંચમી સુધી મનાવવામાં આવે છે. આ દરમિયાન લોકો પકવાન બનાવીને ખાય છે તથા એકબીજાના ઘરે મળવા તથા હોળીની શુભકામનાઓ આપવા માટે જાય છે. રાજસ્થાનમાં પણ હોળીની ઉજવણી વિવિધ રીતે કરવામાં આવે છે. જેમ કે, ઉદેપુર, બાંસવાડા, ડુંગરપુર, પાલી વગેરે જગ્યાઓએ તલવારબાજી અને લાઠીમારનાં કરતબ