શ્રી ધુણસોલ પ્રાથમિક શાળા તા:-લાખણી જિ:-બનાસકાંઠા પ્રજાપતિ મુકેશભાઇ શામળભાઇ મું:-શેરડીટીંબા તા:-હિંમતનગર જિ:-સાબરકાંઠા
mukesh
mukeah
શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2015
ગ્રામોફોનના શોધક
સૌથી પ્રથમ થોમસ આલ્વા એડિસને ફોનોગ્રાફની શોધ કરી હતી. એ પછી તરત જ ટેલિફોનની શોધ થઈ હતી.
એડિસનને ખાતરી થઈ ચૂકી હતી કે જ્યારે કોઈ માણસ ટેલિફોનના માઉથ-પીસના મધ્યપટ કે તંતુપટ (Diaphragm)માં બોલે, ત્યારે મધ્યપટ કે તંતુપટ (Diaphragm)માં કંપનો ઉત્પન્ન થાય છે. જો કોઈ પ્રકારની શલાકા (સોય Stylus) જોડવામાં આવે તો એ કોઈ નરમ પર પોતાની પ્રતિકૃતિ અથવા નમૂનો ઉત્પન્ન કરી શકે છે, જેથી ધ્વનિની નોંધણી (Recorded) થઈ શકે છે અને એ પણ કાયમને માટે. એ પછી એ નોંધણીની પુનઃ ક્રીડા (Play) શક્ય બને છે અને એ માટે સમાન શલાકા કે સોયનો ઉપયોગ કરવાનો રહે છે, આથી મૂળ ધ્વનિ પુનઃ ઉત્પન્ન થાય છે.
થોમસ આલ્વા એડિસનનો સર્વપ્રથમ ફોનોગ્રાફ એવો હતો કે જેમાં ડબ્બાની ર્પિણકાના સિલિન્ડરનો ઉપયોગ થયો હતો. એક સોય એક સ્ક્રૂ દ્વારા ત્યારે ગતિ ધારણ કરતી હતી જ્યારે સિલિન્ડર ઘૂમતો હોય અને માઇક્રોફોનમાંથી કપાયેલ ધ્વનિ ડબ્બાની ર્પિણકામાં પ્રવેશે ત્યારે ધ્વનિની નોંધણી શક્ય બની શકતી હતી. પછી જ્યારે એની પુનઃ ક્રીડા (Play) કરવામાં આવે ત્યારે શ્રવણ નળી માઇક્રોફોનના બદલે સોયની તીક્ષ્ણ અણી આ શ્રવણ નળી સાથે જોડાયેલી રહેતી. આ ઘટના ઈ.સ. ૧૮૭૭માં બની હતી અને ત્યારે એડિસને પોતે નર્સરી (ઉછેર કેન્દ્ર) ગીતની અંત્યાનુપ્રાસી, તુકાન્ત કવિતા ‘Mary had a little lamb’નું ધ્વનિ-મુદ્રણ એમાં કર્યું હતું.
એ પછી થોડાં વર્ષો બાદ એણે પોતાની શોધને સુધારી હતી. અંતે ડબ્બા ર્પિણકાના બદલે મીણયુક્ત સિલિન્ડર્સનો ઉપયોગ થયો હતો.
જેમ જેમ સોય ઉપર-નીચે ગતિ કરે તેમ તેમ ફોનોગ્રાફ પર ખાંચાઓ કપાઈ જાય અથવા એમ પણ સમજી શકાય કે ખાંચાઓ પડતા રહે.
આધુનિક ડિસ્ક (Disc) થાળી પર ધ્વનિ મુદ્રણમાં સોય બાજુ બાજુમાં જ ગતિમાન રહેતી હોય છે, જ્યારે એડિસનની સોય ઉપર-નીચે ગતિમાન રહેતી હતી. આવી શોધનું એક પ્રદર્શન સૌપ્રથમ એમિલે ર્બાિલનરે યુ.એસ.એ.ના ફિલા-ડેલ્ફિયામાં ઈ.સ. ૧૮૯૭માં કર્યું હતું અને આ જ વર્ષે 'ર્બાિલનર ગ્રામોફોન કંપની'નું ઉદ્ઘાટન થયું હતું.
એ પછી ૧૮૯૮માં બ્રિટનમાં ગ્રામોફોન કંપની ખૂલી અને આ કંપનીની પોતાની જ ફેક્ટરીમાં હેનોવર-જર્મનીમાં જથ્થાબંધ ઉત્પાદન થવા લાગ્યું હતું. અલબત્ત, ત્યારે સાત ઇંચની ડિસ્ક (Disc) થાળી-રિકોર્ડ્સનું ઉત્પાન થયું હતું.
રેકોર્ડ પર કાગળના લેબલ લગાડવાનું કાર્ય ૧૯૦૦માં થયું. નામાંકિત- ‘His Master’s Voice’ કે જે અત્યારે હવે ‘HMV’ તરીકે વિખ્યાત છે, એનું ચિત્ર-લેબલ ઈ.સ. ૧૯૦૦માં રેકોર્ડ પર ચોંટાડવામાં આવ્યું હતું.