mukesh

"હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી,પ્રાર્થના કરતાં પણ વધારે જલ્દી ઇશ્વરની નજીક પહોંચી શકાય છે." - સ્વામી વિવેકાનંદ

mukeah

"મારા બ્લૉગમાં આપનું હાર્દિક સ્વાગત છે."

ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2015

સુવિચારો


·       વર્ગનો પ્રત્યેક બાળકનાં હ્રદયમાં શિક્ષકની છબી ઝીલતી હોય છે. કેવી ઉપસાવવી તે શિક્ષકે નક્કી કરવાનું છે.
·       ભાષાના પ્રભુત્વ વગર શિક્ષણ પાંગળું રહે છે. કોઇપણ માધ્યમ હોય, ભાષાની સમૃદ્ધિ અનિવાર્ય અને આવશ્યક છે.
·        કુવા હોય તો હવાડામાં આવે એ બરાબર છે પણ સાચું એ છે કે કુવામાં હોય એવું હવાડામાં આવે !
·       સાચું બોલવાની પણ એક રીત હોય છે. તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને.
–મોરારજીભાઈ દેસાઈ
·       મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.–કબીર
·       જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી.
–ડબલ્યુ એમ. ઈવાર્ટસ
·       બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે.
–ચાણક્ય
·       પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે.
–વેન્ડેલ ફિલિપ્સ
·       હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.
–સ્વામી વિવેકાનંદ
·       બીજા કોઈ પણ સદગુણ કરતાં બીજાની વાત શાંતિથી સાંભળવાનો સદગુણ ઘણા થોડા માણસોમાં નજરે પડે છે.
–ડેલ કાર્નેગી
·       સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો.
–ખલીલ જિબ્રાન
·       કળા એટલે પ્રત્યેક ચીજને, એટલે કે વિચારને, વાણીને, વર્તનને તેના યથાયોગ્ય સ્થાને મૂકવી.–જે. કૃષ્ણમૂર્તિ

·       જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી; સફળતા તેની દાસી છે.–દયાનંદ સરસ્વતી
·       આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ – જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે.–ચાણક્ય
·       જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે ?–બબાભાઈ પટેલ
·       પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ.–રવીન્દ્રનાથ ટાગોર
·       જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો.–ગુરુ નાનક
·       માણસ ચંદ્ર લગી પહોંચ્યો. પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે.–ઉમાશંકર જોશી
·       કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.–હરીન્દ્ર દવે
·       જે મિત્ર નથી, તે શત્રુ બનતો નથી પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે.–ડૉંગરે મહારાજ
·       ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી, પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે.–થોમસ પેઈન
·       ભૂલોને આવતી રોકવા બધાં બારણાં બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે ?–રવીન્દ્રનાથ ટાગોર
·       હું ભવિષ્યનો વિચાર કરતો નથી, કારણ હું વિચાર કરું એ પહેલાં તો એ આવી જાય છે.–આલબર્ટ આઈન્સ્ટાઈન
·       જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી.–શ્રીમદ્ રાજચંદ્ર
·       આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે.
–લાઈટૉન
·       મારુ જીવન એજ મારો સંદેશ છે.
·       .બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.
·       .શિક્ષકો કોઇપણ દેશ માટે કરોડરજ્જુ સમાન છે.
·       .વિશ્વમાં બીજો કોઇ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય.
·       .કેળવણી એ સરકારનું એક ખાતુ નથી પણ સરકાર એ કેળવણીની એક શાખા છે.
·       .નવિનીકરણ દ્વારા જ જ્ઞાનને સમૃધ્ધિમાં પલટાવી શકાય છે.
·       .શિક્ષકનું અગત્યનું મિશન છે બાળ અને યુવાચિત્તને પ્રજ્વલિત કરવાનું.
·       .શિક્ષકનું જીવન તો અનેક દિપકોને પ્રગટાવવાનું છે.
·       .શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે.
·       .કેળવણી તો વાસનાઓની રીફાઇનરી છે.
·       .શિક્ષણ ચોવિસ કલાકની ઉપાસના છે, લગની છે.
·       .બાળકોને શાબાશી, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે.
·       .બાળક એક જ્યોત છે જેને પેટાવવાની છે.
·       .સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલુ હીર પ્રગટાવવામાં રહેલી છે.
·       .હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરુ છું જેમાં વિદ્યાર્થી શીખે છે.
·       .શિક્ષણ એટલે જાણવું શીખવું અને આચરવું.
·       .તમે ન બોલો તમારા કામને બોલવા દો.
·       .જ્ઞાન એ શાસ્ત્ર અને શસ્ત્ર છે.
·       .ધ્યાન ઇશ્વરનો સાક્ષાતકાર કરવાની આંખ છે.
·       .પ્રાર્થના ઇશ્વર પાસે પહોંચવાની પાંખ છે.
·       .બગીચો પૃથ્વીની સંસ્કૃતિ છે.
·       .બાળકોને વસ્તુઓ નહિ વહાલ જોઇએ છે.
·       .દરેક બાળક એક કલાકાર છે.
·       .વિચાર કરતાં જ્ઞાન સારુ.
·       .બધુ જ પરિવર્તનશીલ છે, કશું પણ સ્થિર રહેતું નથી,
·       .વિચાર વિના શીખવું તે મહેનત બરબાદ કર્યા જેવું છે વિવેક વિના વ