mukesh

"હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી,પ્રાર્થના કરતાં પણ વધારે જલ્દી ઇશ્વરની નજીક પહોંચી શકાય છે." - સ્વામી વિવેકાનંદ

mukeah

"મારા બ્લૉગમાં આપનું હાર્દિક સ્વાગત છે."

સોમવાર, 16 ફેબ્રુઆરી, 2015

નોકરીયાતોને રાહત મળી શકે છે આગામી બજેટમાં .........

..!

કેન્દ્રમાં મોદી સરકાર બજેટ રજુ કરવાની તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે નોકરીયાતોને આ વખતના બજેટમાં કેટલો ફાયદો થશે તેની અટકળો ચાલી રહી છે.બજેટમાં કયા પ્રકારની છુટછાટો મળી શકે છે તે વાંચો.. વાર્ષિક 3 લાખ સુધીની આવકને ટેક્સ ફ્રી બનાવી શકાય છે.હાલમાં આ મર્યાદા અઢી લાખ રુપિયાની છે.જો આ શક્યતા સાચી પડી તો 25000 રુપિયા સુધીના પગારદારને કોઈ ટેક્સ ચુકવવો નહી પડે. 
સરકાર ઈચ્છે છે કે લોકો પાસે વધારે પૈસા બચે,જેથી તેઓ માર્કેટમાં વધારે પૈસા ખર્ચી શકે,જેના કારણે ઈકોનોમીમાં તેજી આવશે અને રોજગારીની નવી તકો ઉભી થશે.માટે જ એવા અહેવાલ આવી રહ્યા છે કે આ
બજેટમાં 10 લાખની વાર્ષિક આવક પર 10 ટકા,10 લાખથી 20 લાખની આવક પર 20 ટકા,અને 20 લાખથી વધુ આવક પર 30 ટકા ઈન્કમેટેક્સનો સ્લેબ લાગુ કરવા પર વિચારણા થઈ રહી છે.આવુ થશે તો ઈન્કમટેક્સ ભરવો આસાન થઈ જશે. 
આમ તો પાછલા બજેટમાં જ સરકારે 80 સીની લીમીટ એકથી વધારીને દોઢ લાખ કરેલી છે.પરંતુ ઘણા નિષ્ણાતોનુ માનવુ છે કે સરકારે જે પ્રકારની નીતિ અપનાવી છે તે જોતા એવો સંકેત મળી રહ્યો છેકે આ લીમીટ વધારીને 2 લાખની કરાશે.જેથી બચત યોજનાઓમાં લોકો વધારે રોકાણ કરશે તો સરકારના હાથમાં વિકાસ કાર્યો માટે વધારે પૈસા આવશે.બીજી તરફ લોકોને સોશ્યલ સીક્યુરીટી મળશે. કદાચ એવુ પણ બની શકે છે કે આ બજેટમાં સરકાર નોકરીયાતોના ટ્રાન્સપોર્ટ એલાઉન્સમાં વધારો કરે...હાલમાં નોકરીયાતને માત્ર 800 રુપિયા એલાઉન્સ મળે છે. તબીબી સારવાર માટે હાલમાં વર્ષે 15000 રુપિયા મળે છે.જે આજના જમાનામાં સાવ ન ગણ્ય કહી શકાય.મેડીકલ રીએમ્બર્સમેન્ટની લીમીટ વધારીને 50000 કરવામાં આવે તેવી શક્યતા છે.