શ્રી ધુણસોલ પ્રાથમિક શાળા તા:-લાખણી જિ:-બનાસકાંઠા પ્રજાપતિ મુકેશભાઇ શામળભાઇ મું:-શેરડીટીંબા તા:-હિંમતનગર જિ:-સાબરકાંઠા
mukesh
mukeah
શનિવાર, 28 ફેબ્રુઆરી, 2015
BUDGET 2015-2016 highlights
ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2015
બુધવાર, 25 ફેબ્રુઆરી, 2015
મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2015
ગુજરાત રાજ્ય નું ૨૦૧૫ ૧૬ નું બજેટ રજુ જાણો કોને કેટલા રૂપિયા ફાળવાયાં
ઉદ્યોગલક્ષી બજેટ
- શ્રમ અને રોજગાર વિભાગ માટે 1453.56 કરોડ
- ઉદ્યોગ અને ખનિજ માટે 2766.68 કરોડ
- સુરત ડ્રીમ સીટીમાં ટેક્સચાઈલ યુનિવર્સિટી માટે 10 કરોડ
- ધોલેરા 'સર' માટે 30 કરોડ
- ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 3,623 કરોડ
- એમ.એસ.એમ.ઈ. સેક્ટરના વિકાસ માટે 562 કરોડ
- કુટિર અને ગ્રામોદ્યોગ માટે 290.04 કરોડ
- શહેરી વિસ્તારમાં 1.75 લાખ નવા ગેસ કનેક્શન ફાળવાશે
- પશુપાલન ડેરી વિકાસ માટે 440 કરોડ
માર્ગ વ્યવહાર લક્ષી બજેટ
- પરિવહન ક્ષેત્ર માટે 6568.28 કરોડ
-444 કિમી લાંબા રસ્તાઓને 4 અને 6 માર્ગિચ કરાશે
-969 કિમી લાંબા રસ્તાઓને 10 મીટર પહોળા કરાશે
- રાજ્યના ધોરીમાર્ગોને દ્વિમાર્ગીય કરવા 282 કરોડ
- રસ્તાઓનું રિ-સરફેસિંગ કરવા 491 કરોડ
- મહાત્મા મંદિરના ફેઝ-2 માટે 60 કરોડ
- બંદરો અને વાહન વ્યવહાર માટે 1252.38 કરોડ
- બસ સ્ટેશનોના આધુનિકીકરણ માટે 33.72 કરોડ
- નવી 1050 એસટી બસની ખરીદી માટે 205 કરોડ
- 38 સ્ટેશનોને સાંકળતા સૂચિત રિજનલ રેલ પ્રોજેક્ટ માટે 10 કરોડ
- માર્ગ અને મકાન વિભાગ માટે 8297 કરોડ
- માર્ગોને વધુ પહોળા કરવા 850 કરોડ
જળ વિભાગ લક્ષી
- સરદાર સરોવર યોજના માટે 9000 કરોડ
- સ્ટેચ્યુ ઑફ લિબર્ટી માટે 915 કરોડ
- જળસ્ત્રોત માટે 270 કરોડ
- કલ્પસર માટે 4 હજાર કરોડ
- માછીમારોને જીપીએસ બેસાડવા 4 કરોડ
- સબમાઈનોર કેનાલ માટે 2100 કરોડ
- વડોદરા વિશ્વામિત્રી રિવરફ્રન્ટ માટે 50 કરોડ
- જૂથ પાણી પુરવઠા યોજના માટે 500 કરોડ
શિક્ષણ વિભાગ લક્ષી
- જ્યાં કોલેજ નથી, તેવા તાલુકામાં જેમ કે, ઉમરપાડા, સાંતલપુર, માંડલ ,પાટડી જેવા તાલુકામાં કોલેજ શરૂ કરવા માટે 20 કરોડ
- પાટણ ખાતે કુમાર અને કન્યા છાત્રાલયો અને રાજકોટ ખાતે છાત્રાલયો માટે 23.20 કરોડ
- 4300 વિદ્યાસહાયકોની ભરતી
- મધ્યાહન ભોજન માટે 966.10 કરોડ
- સર્વ શિક્ષા અભિયાન માટે 1505.76 કરોડ
- યુનિવર્સિટી સમારકામ માટે 100 કરોડ
- નવી અને જૂની કૉલેજો માટે 1128 કરોડ
- આંગણવાડી માટે 46.46 કરોડ
- રમતગમત, યુવા અને સાંંસ્કૃતિક માટે 400 કરોડ
- આદિવાસી વિસ્તારમાં નવી યુનિવર્સિટી સ્થાપવા 55 કરોડ
અન્ય યોજનાઓ માટે બજેટ
- સામાન્ય સેવાઓ માટે 117.99 કરોડ
- પાક વિમા નિધી માટે 1505.76 કરોડ
- સામાન્ય સુવિધાઓ માટે 48.53 કરોડ
- મિશન બલમ માટે 95.28 કરોડ
- નવી ઔદ્યોગિક કાનૂની પોલીસી માટે 10 કરોડ
- સામાજિક ન્યાય ક્ષેત્રે 2200 કરોડ
- આંબેડકરની 125મી જન્મજયંતી માટે 15 કરોડ
- અંકલેશ્વર, પાલિતાણા, મોરબી, દહેજ, દ્વારકા અને દાંતા એરસ્ટ્રીપ બનાવવા 100 કરોડ
- પ્રવાસન, યાત્રાધામ વિકાસ અને નાગરિક ઉડ્ડયન માટે 850 કરોડ
- ખાસ વિસ્તાર કાર્યક્રમ માટે 216.84 કરોડ
મહિલાઓ લક્ષી બજેટ
- માતા વાત્સલ્ય યોજના માટે 100 કરોડ
- મહિલા અને બાળ વિકાસ કલ્યાણ માટે 2450 કરોડ
- વિધવાઓને સહાય માટે 177.18 કરોડ
આરોગ્ય લક્ષી બજેટ
- આરોગ્ય પ્લાન માટે 7821.23 કરોડ
- હોસ્પિટલો ખાતે નવીનીકરણ સાધનો માટે 231.70 કરોડ
- તબીબી શિક્ષણ માટે 2517.15 કરોડ - દવા વિતરણ વ્યવસ્થા માટે 5.77 કરોડ
- 10 નવા હોમિયોપેથી અને 10 નવી આયુર્વેદિક દવાખાનાનું આયોજન
- અમદાવાદ સિવિલ માટે 150 કરોડ
- સુરત સિવિલ હૉસ્પિટલ માટે 40 કરોડ
- વડોદરા સિવિલ માટે 10 કરોડ
- હોમિયોપેથીના વિકાસ માટે 164.20 કરોડ
- સુરત કિડની હોસ્પિટલ માટે 40 કરોડ
- રાજકોટ, ભાવનગર, જામનગર સિવિલ માટે 60 કરોડ
કૃષિલક્ષી બજેટ
- કૃષિ માટે 4660.11 કરોડ
- કૃષિ વિકાસ માટે 601 કરોડ
- ગ્રામીણ વિકાસ માટે 2238 કરોડ
- કૃષિ મહોત્સવ માટે 55 કરોડ
- કિસાન હિત ઉર્જાશક્તિ યોજના માટે 150 કરોડ
- કૃષિ, સહકાર અને પશુપાલન વિકાસ માટે 4878.20 કરોડ
- દૂધ સંજીવની યોજના માટે 6.55 કરોડ
- સૌરાષ્ટ્રમાં સિંચાઈ યોજના માટે 2102 કરોડ
- સિંચાઈ માટે 13,937.19 કરોડની જોગવાઈ
- ખેતીવાડી ઉતપન્ન બજારને 18 કરોડ
મકાન અને ગ્રામીણ-શહેર તથા પાલિકા લક્ષી બજેટ
- મુખ્યપ્રધાન ગૃહ યોજના માટે 1100 કરોડની જોગવાઈ
- સ્માર્ટ સીટીના આયોજન સહિત અર્બન ડેવલોપમેન્ટ મિશન માટે 575 કરોડ
- સરદાર આવાસ યોજના હેઠળ મકાનો બાંધવા 616.25 કરોડ
- નગરપાલિકા, મહાનગરપાલિકા માટે 1965 કરોડ
- સુરત ખાતે ડ્રીમ સિટી પ્રોજેક્ટ માટે 75 કરોડ
- નગરપાલિકા અને મહાનગરપાલિકામાં બસ પરિવહન માટે 50 કરોડ
- સ્માર્ટ સીટી માટે 150 કરોડ
- શહેરી વિસ્તારમાં સ્વચ્છતા મિશન માટે 1200 કરોડ
- ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા માટે 722. 25 કરોડ
- પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ માટે 5874.50 કરોડ
- આદિજાતી વિકાસ માટે 9690.53 કરોડ
- વનબંધુ કલ્યાણ યોજના હેઠળ નવી જૂથ પાણી પુરવઠા યોજના માટે 445 કરોડ
- બીપીએલ કુંટુંબોને આવાસ સહાય માટે 254.76 કરોડ
- સ્લમ રિહેબિલિટેશન માટે 50 હજાર આવાસોનું આયોજન
- વિકસતી જાતિ કલ્યાણ માટે 889.15 કરોડ
- આગામી વર્ષમાં 2 લાખ નવા મકાનોનું આયોજન
- ઝૂંપડપટ્ટી પુનર્વાસ યોજના હેઠળ 50 હજાર આવાસોનું આયોજન
- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે 10,269.74 કરોડ
- નગરપાલિકા, મહાનગરપાલિકામાં રસ્તા રિસરફેસિંગ માટે 500 કરોડ
વેરા અંગે- ઘટાડો કે વધારો
- બજેટમાં 80 કરોડના વેરા વધાર્યા
- ગર્ભનિરોધક ગોળીઓ પર સંપૂર્ણ વેરા માફી
- ઈમિટેશન જ્વેલરી ઉદ્યોગ પર વેટમાં વેરો ઘટાડી 1 ટકા કરાયો
- હાથસાળ, હસ્તકલાના માલના વેચાણ પર કાયમી વળતર વધારી 15 ટકા
- ઈસબગુલ પર સંપૂર્ણ વેરા માફી
શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2015
હાલ વિદ્યા સહાયક બનવા ફરજિયાત ટેટ રદ થઈ શકે કેટ દ્વારા પરીક્ષા રદ કરવાની ભલામણ કરાઈ : પરીક્ષા રદ થાય છે કે કેમ તેનો આધાર સરકાર પર
રહેશે
તા.૧૯,રાજયમાં પ્રાથમિકશાળાઓમાં શિક્ષક
બન્વા માટેફરજીયાતબનાવી દેવાયેલસી-ટેટઅનેટેટની પરીક્ષા આગામી સમયમાં દૂરકરવામાં આવેતેવી શકયતા છે.આ
માટેસેન્ટ્રલએડમિનિસ્ટ્રેશન ટ્રિબ્યુલર (કેટ) દ્વારા આદેશ જાહેરકરી દેવામાં આવ્યા છે.જો કે પરીક્ષા રદ્ થાય છે કે નહી તેનો આધાર રાજય સરકારના વલણ ઉપર રહેલો છે. પ્રાપ્તથતિ માહિતી મુજબરાજયમાં શિક્ષકોની ખાલી જગ્યાઓભરવામાં સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન ટ્રિબ્યુલર (કેટ)દ્વારા સી-ટેટ અને ટેટની પરીક્ષા લેવામાં આવેછે
.જો કે હાલ વિવિધ રાજયો તેમજ કેન્દ્રીયશાળાઓમાં મોટા પાયે શિક્ષકોની ધટજોવા મળી રહી છે. ત્યારે આ ધટને દૂર કરવામાં માટેકેટના જ્યુડિશિયલ મેમ્બરએ.કે.ભારદ્વાજની અધ્યક્ષતામાં બેંચે ટેટ અને સી-ટેટની પરીક્ષા લીધા વિના સીધા અનુભાવના આધારે
શિક્ષકોની ભરતી કરવાની ભલામણકરી છે. આ ઉપરાંત આ બેંચે કેન્દ્રના માનવ સંશાધનવિકાસ મંત્રાલય દ્વારા નવેમ્બર-૨૦૧૦માંપ્રસિધ્ધ કરાયેલજાહેરનામાને રદ્ કરવાની પણ ભલામણ કરી છે.તેના કારણે અગામી દિવસોનાં સી-ટેટ અનેટેટની પરીક્ષા રદ્ કરી દેવામાં આવેતેવી શક્યતા સર્જાઈ છે. પરંતુ આ મુદ્દે સધળો મદારરાજય સરકારનાં વલણ ઉપર છે
આ અંગે રાજયનાં શિક્ષણવિભાગનાં નાયબ નિમામક બી.કે.ત્રિવેદીએ જણાવ્યું હતુંકે અમને હજી સુધી આવો કોઈ ભલામણકરવામાં આવી હશે તોઆગામી દિવસોમાં કેન્દ્રીય માનવ સંસાધનમંત્રાલય અને રાજયસરકાર જે મુજબનાં નિદેર્શ આપશે.
તેના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Excel ની sheet માં formulas ને protect કરવા માટે શું કરશો???.
૧. એક્સેલ ની શીટ મા જઇ Ctrl + A ,અને right click કરી, choose Format Cells
૨. Format Cells માં Click Protection
અને Locked option. પર જઇ તેનુ પોપઅપમાં ✔ દૂર કરો અને Ok પર ક્લિક કરો.
3. ત્યાર બાદ Home ➣ Find & Select ➣ Go To Special, અને Go To Special માં Formulas from Select option, ➣ click OK .
4. હવે તમારી બધી ફોર્મુલા સેલેકટ થઇ
ગઈ હશે.
5. સિલેક્ટ Formulas હોય તેના પર રાઇટ કલિક કરી Format Cells ➣ Click Protection, ➣ Locked option. પર જઇ તેનુ પોપઅપમાં ✔ કરો. ➣ Ok.
6. Review ➣ Sheet & Protect
Sheet માં Password to unprotect
sheet માં પાસવર્ડ દાખલ કરી ➣ Ok. પર ક્લિક કરો.
7. ત્યારબાદ બીજા બોક્ષમાં ફરી વખત પાસવર્ડ નાખો અને OK .પર ક્લિક કરો.
હવે તમારી બધી ફોર્મુલા પ્રોટેકટ થઇ જશે.
ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2015
સુવિચારો
· વર્ગનો પ્રત્યેક બાળકનાં હ્રદયમાં શિક્ષકની છબી ઝીલતી હોય છે. કેવી ઉપસાવવી તે શિક્ષકે નક્કી કરવાનું છે.
· ભાષાના પ્રભુત્વ વગર શિક્ષણ પાંગળું રહે છે. કોઇપણ માધ્યમ હોય, ભાષાની સમૃદ્ધિ અનિવાર્ય અને આવશ્યક છે.
· કુવા હોય તો હવાડામાં આવે એ બરાબર છે પણ સાચું એ છે કે કુવામાં હોય એવું હવાડામાં આવે !
· સાચું બોલવાની પણ એક રીત હોય છે. તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને.
–મોરારજીભાઈ દેસાઈ
· મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.–કબીર
· જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી.
–ડબલ્યુ એમ. ઈવાર્ટસ
· બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે.
–ચાણક્ય
· પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે.
–વેન્ડેલ ફિલિપ્સ
· હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.
–સ્વામી વિવેકાનંદ
· બીજા કોઈ પણ સદગુણ કરતાં બીજાની વાત શાંતિથી સાંભળવાનો સદગુણ ઘણા થોડા માણસોમાં નજરે પડે છે.
–ડેલ કાર્નેગી
· સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો.
–ખલીલ જિબ્રાન
· કળા એટલે પ્રત્યેક ચીજને, એટલે કે વિચારને, વાણીને, વર્તનને તેના યથાયોગ્ય સ્થાને મૂકવી.–જે. કૃષ્ણમૂર્તિ
· જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી; સફળતા તેની દાસી છે.–દયાનંદ સરસ્વતી
· આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ – જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે.–ચાણક્ય
· જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે ?–બબાભાઈ પટેલ
· પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ.–રવીન્દ્રનાથ ટાગોર
· જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો.–ગુરુ નાનક
· માણસ ચંદ્ર લગી પહોંચ્યો. પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે.–ઉમાશંકર જોશી
· કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.–હરીન્દ્ર દવે
· જે મિત્ર નથી, તે શત્રુ બનતો નથી પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે.–ડૉંગરે મહારાજ
· ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી, પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે.–થોમસ પેઈન
· ભૂલોને આવતી રોકવા બધાં બારણાં બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે ?–રવીન્દ્રનાથ ટાગોર
· હું ભવિષ્યનો વિચાર કરતો નથી, કારણ હું વિચાર કરું એ પહેલાં તો એ આવી જાય છે.–આલબર્ટ આઈન્સ્ટાઈન
· જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી.–શ્રીમદ્ રાજચંદ્ર
· આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે.
–લાઈટૉન
· મારુ જીવન એજ મારો સંદેશ છે.
· .બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.
· .શિક્ષકો કોઇપણ દેશ માટે કરોડરજ્જુ સમાન છે.
· .વિશ્વમાં બીજો કોઇ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય.
· .કેળવણી એ સરકારનું એક ખાતુ નથી પણ સરકાર એ કેળવણીની એક શાખા છે.
· .નવિનીકરણ દ્વારા જ જ્ઞાનને સમૃધ્ધિમાં પલટાવી શકાય છે.
· .શિક્ષકનું અગત્યનું મિશન છે બાળ અને યુવાચિત્તને પ્રજ્વલિત કરવાનું.
· .શિક્ષકનું જીવન તો અનેક દિપકોને પ્રગટાવવાનું છે.
· .શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે.
· .કેળવણી તો વાસનાઓની રીફાઇનરી છે.
· .શિક્ષણ ચોવિસ કલાકની ઉપાસના છે, લગની છે.
· .બાળકોને શાબાશી, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે.
· .બાળક એક જ્યોત છે જેને પેટાવવાની છે.
· .સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલુ હીર પ્રગટાવવામાં રહેલી છે.
· .હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરુ છું જેમાં વિદ્યાર્થી શીખે છે.
· .શિક્ષણ એટલે જાણવું શીખવું અને આચરવું.
· .તમે ન બોલો તમારા કામને બોલવા દો.
· .જ્ઞાન એ શાસ્ત્ર અને શસ્ત્ર છે.
· .ધ્યાન ઇશ્વરનો સાક્ષાતકાર કરવાની આંખ છે.
· .પ્રાર્થના ઇશ્વર પાસે પહોંચવાની પાંખ છે.
· .બગીચો પૃથ્વીની સંસ્કૃતિ છે.
· .બાળકોને વસ્તુઓ નહિ વહાલ જોઇએ છે.
· .દરેક બાળક એક કલાકાર છે.
· .વિચાર કરતાં જ્ઞાન સારુ.
· .બધુ જ પરિવર્તનશીલ છે, કશું પણ સ્થિર રહેતું નથી,
· .વિચાર વિના શીખવું તે મહેનત બરબાદ કર્યા જેવું છે વિવેક વિના વ
GTU CCC Practical Papers on 18-02-2015
મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2015
' ॐ नमः शिवाय शुभं शुभं कुरू कुरू शिवाय नमः ॐ
'
"ૐ નમ: શિવાય શુભં શુભં કુરુ કુરુ શિવાય નમ: ૐ"
શિવરાત્રી તો દર મહિને આવે છે, પણ મહા શિવરાત્રી વર્ષમાં એક જ વાર આવે છે
શિવરાત્રી તો પ્રતિમાસ આવે છે. પરંતુ મહા શિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે છે. શિવજીના ભકતો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાના અખંડ પાઠ કરી શિવલીંગ પર બીલીપત્રો ચઢાવી દુધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે.
મહા શિવરાત્રી પર્વ સાથે હરણ અને પારધીની પૌરાણીક માન્યતા જગપ્રસિધ્ધ છે. એમાં પણ હરણ પરિવારની મુકિત અને પારધીની પાપમુકિતમાં ભગવાન શિવનો કલ્યાણભાવ જોવાય છે.
શિવભકતોમાં અદકેરૂ મહાત્મય ધરાવતું આ મહાશિવરાત્રી પર્વના આગમન વેળાએ મહાશિવરાત્રીનું રહસ્ય જોઇએ તો કહેવાય છે કે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વષા શ્રેષ્ઠતા અંગેનું વાકયુધ્ધ થતા તે યુધ્ધને અટકાવવા માટે ભગવાન શંકર અગિ્ન મહાલીંગ તરીકે ત્યાં સ્થાપીત થયા. જેનું મુળ પાતાળથી પણ નીચે અને બ્રહ્માંડથી ઉપર સુધી હોવાથી તેનો તાગ મળતો નહતો. ભગવાન વિષ્ણુ પાતાળથી બ્રહ્માંડ સુધી ફરી વળ્યા. પરંતુ લીંગનો તાગ મળ્યો નહી. જયારે ભગવાન બ્રહ્મા બ્રહ્માંડની ઉપર સુધી ગયા પરંતુ તેને તાગ મળ્યો નહિ. આમ છતાં તેઓ ખોટુ બોલ્યા કે તેને લીંગનો તાગ મળી ગયો છે.
આથી ભગવાન બ્રહ્માને શિક્ષા કરવા અગિ્નસ્તંભ (લીંગ)માંથી ભગવાન શંકર પ્રગટ થયા અને જે પાંચમાં મુખથી બ્રહ્મા અસત્ય બોલેલા તે મુખ કાપી નાંખ્યું. ત્યારે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ શિવજીનું પુજન કર્યુ.
બધા દિવસોમાં શ્રેષ્ઠ દિવસ અને રાત્રી ગણવાથી તેને મહાશિવરાત્રી નામ અપાયું. આમ મહાશિવરાત્રીનું પર્વ એ શિવભકતો માટે શિવની આરાધના અને ઉપાસનાનો તહેવાર છે.
જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રી એટલે મહાશિવરાત્રી. ભગવાન શંકરનો મહિમા અનેરો અને અદકેરો છે. સાત્વીક સહ
સોમવાર, 16 ફેબ્રુઆરી, 2015
નોકરીયાતોને રાહત મળી શકે છે આગામી બજેટમાં .........
..!
કેન્દ્રમાં મોદી સરકાર બજેટ રજુ કરવાની તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે નોકરીયાતોને આ વખતના બજેટમાં કેટલો ફાયદો થશે તેની અટકળો ચાલી રહી છે.બજેટમાં કયા પ્રકારની છુટછાટો મળી શકે છે તે વાંચો.. વાર્ષિક 3 લાખ સુધીની આવકને ટેક્સ ફ્રી બનાવી શકાય છે.હાલમાં આ મર્યાદા અઢી લાખ રુપિયાની છે.જો આ શક્યતા સાચી પડી તો 25000 રુપિયા સુધીના પગારદારને કોઈ ટેક્સ ચુકવવો નહી પડે.
સરકાર ઈચ્છે છે કે લોકો પાસે વધારે પૈસા બચે,જેથી તેઓ માર્કેટમાં વધારે પૈસા ખર્ચી શકે,જેના કારણે ઈકોનોમીમાં તેજી આવશે અને રોજગારીની નવી તકો ઉભી થશે.માટે જ એવા અહેવાલ આવી રહ્યા છે કે આ
બજેટમાં 10 લાખની વાર્ષિક આવક પર 10 ટકા,10 લાખથી 20 લાખની આવક પર 20 ટકા,અને 20 લાખથી વધુ આવક પર 30 ટકા ઈન્કમેટેક્સનો સ્લેબ લાગુ કરવા પર વિચારણા થઈ રહી છે.આવુ થશે તો ઈન્કમટેક્સ ભરવો આસાન થઈ જશે.
આમ તો પાછલા બજેટમાં જ સરકારે 80 સીની લીમીટ એકથી વધારીને દોઢ લાખ કરેલી છે.પરંતુ ઘણા નિષ્ણાતોનુ માનવુ છે કે સરકારે જે પ્રકારની નીતિ અપનાવી છે તે જોતા એવો સંકેત મળી રહ્યો છેકે આ લીમીટ વધારીને 2 લાખની કરાશે.જેથી બચત યોજનાઓમાં લોકો વધારે રોકાણ કરશે તો સરકારના હાથમાં વિકાસ કાર્યો માટે વધારે પૈસા આવશે.બીજી તરફ લોકોને સોશ્યલ સીક્યુરીટી મળશે. કદાચ એવુ પણ બની શકે છે કે આ બજેટમાં સરકાર નોકરીયાતોના ટ્રાન્સપોર્ટ એલાઉન્સમાં વધારો કરે...હાલમાં નોકરીયાતને માત્ર 800 રુપિયા એલાઉન્સ મળે છે. તબીબી સારવાર માટે હાલમાં વર્ષે 15000 રુપિયા મળે છે.જે આજના જમાનામાં સાવ ન ગણ્ય કહી શકાય.મેડીકલ રીએમ્બર્સમેન્ટની લીમીટ વધારીને 50000 કરવામાં આવે તેવી શક્યતા છે.
Digital locker ni suvidha
નવી દિલ્હીઃ હવે તમારે તમારા જરૂરી દસ્તાવેજ સાથે લઇને ફરવાની જરૂરત નથી. તેના માટે સરકારે ડિજીટલ લોકર લોંચ કર્યું છે. જ્યાં તમે તમારું જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, શૈક્ષણિક પ્રમાણપત્ર જેવા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોને ઓનલાઇન સ્ટોર કરી શકો છે. આ સુવિધા મેળવવા માટે બસ તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. આધાર નંબર ફીડ કરી તમે ડિજીટલ લોકર એકાઉન્ટ ખોલાવી શકો છો. આ સુવિધાની ખાસ વાત એ છે કે એક વખત લોકરમાં તમારા દસ્તાવેજ અપલોડ કર્યા બાદ તમારે ક્યાંય પણ તમારા સર્ટિફિકેટની અસલ કોપી બતાવવાની જરૂરત નહીં રહે. તેના માટે માટે તમારા ડિજીટલ લોકરની લિંક જ બસ છે. ડિજીટલ લોકર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજીટલ ઇન્ડિયા પ્રોગ્રામનો એક ભાગ છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશ ટેક્નોલોજી (ડીઈઆઇટીવાઈ)એ ડિજીટલ લોકરનું બીટા વર્ઝન લોન્ચ કર્યું છે.
"કેવી રીતે મળશે ડિજીટલ લોકર
ડિજીટલ લોકર ખોલાવવા માટે તમારે http://digitallocker.gov.in/ વેપબાઇટ પર જઇને તમારો આઇડી બનાવવાનું રહેશે. આઇડી બનાવવા માટે તમારે તમારો આધાર નંબરથી લોગઇન કરવાનું રહેશે. લોગઇન કર્યા બાદ તમારી પાસે જે જામકારી માગવામાં આવે તે જાણકારી ભરવી. ત્યાર બાદ તમારું એકાઉન્ટ બની જસે. એકાઉન્ટ ખુલી ગયા બાદ ગમે ત્યારે તમે તમારા પર્સનલ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો.
"
શું છે વિશેષતા
ડિજિટલ લોકરની વિશેષતા એ છે કે તમે ગમે તે જગ્યાએથી ગમે ત્યારે તમારા ડોક્યુમેન્ટ જમા કરાવી શકો છો. ડિજીટલ લોકર સ્કીમમાં દરેક ભારતીય શૈક્ષણિક, મેડિકલ પાસપોર્ટ અને પાન કાર્ડની વિગતને ડિજીટલ ફોર્મમાં રાખી શકે છે. વેબસાઇટમાં કહેવામાં આવ્યું છે કે, ડિજીટલ લોકર અધિકૃત ગ્રાહકો-એજન્સીઓને કોઈપણ સમયે અને કોઈપણ જગ્યાએ પોતાના દસ્તાવેજ સુરક્ષિત રીતે અપલોડ કરવાની સુવિધા આપશે.
"આધાર કાર્ડ શા માટે જરૂરી છે
આધાર કાર્ડ દ્વારા ડિજીટલ લોકર ખોલાવવા માટે એ જરૂરી છે કે તમારા આધાર કાર્ડમાં તમારું ઇ-મેલ આઇડી અને મોબાઇલ નંબર અપડેટ થયેલ હોવા જોઈએ. જો એવું નહીં થયું હોય તો તમારા માટે ડિજીટલ લોકર ખોલાવવાનું સરળ નહીં હોય. જોકે તમારો મોબાઇલ નંબર અને ઈ-મેલ અપડેટ ન હોય તો ડિજીટલ લોકરની વેબસાઇટ દ્વારા તમે તેને અપડેટ કરી શકો છો. આ સુવિધા પણ ત્યાં ઉપલબ્ધ હશે. "
"શું થશે ફાયદો
ડિટીચલ લોકરમાં દસ્તાવેજ રાખવાનો સૌથી મોટો ફાયદો એ હશે કે તમારે તમારા દસ્તાવેજ લઇને આમ તેમ ફરવું નહીં પડે. જેનાથી તે...
DigiLocker
શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2015
ગ્રામોફોનના શોધક
ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2015
Mobile prize
http://www.smartprix.com/mobiles/samsung-karbonn-lava-lenovo-brand/price-below_5000/4_inch_4_3_inch-display/768_mb_above-ram?uq=1
મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2015
mobile banking chalu karavani padhati
સ્ટેપ:-૧
- MBSREG લખીને 9223440000 પર SMS કરો
- હવે તમને user id અને mpin લખેલ SMS મળશે
સ્ટેપ:-૨
- હવે તમારા મોબાઇલ પરથી *595# ડાયલ કરો
- welcome to state Bank Mobile Banking લખેલ આવશે
- User id લખો
- ત્યારબાદ 4 નંબર નુ ઓપ્શન Change MPIN પસંદ કરો
- તેમા તમને મળેલ mpin બદલીને નવો mpin લખો
- હવે your mpin changed નો sms મળશે
સ્ટેપ:-૩
- હવે તમારા નજીકના ATM પર જાઓ
- ATM કાર્ડ એન્ટર કરો ત્યારબાદ નીચેના સ્ટેપ અનુસરો
- Mobile Registration પસંદ કરો->Registration->મોબાઇલ નંબર એન્ટર કરો->yes->confirm કરો
હવે તમારા નંબર પર મોબાઇલ બેન્કિગ શરુ થઇ ચુક્યુ છે તમે *595# ડાયલ કરી વાપરી શકો છો